Wednesday, October 21, 2026
HomeGujaratમોરબીના જાંબુડિયા નજીક હિટ એન્ડ રનમાં રોડ ક્રોસ કરતા શ્રમિકનું મોત

મોરબીના જાંબુડિયા નજીક હિટ એન્ડ રનમાં રોડ ક્રોસ કરતા શ્રમિકનું મોત

અજાણ્યા વાહનની ટક્કરથી બિહારના શ્રમિકનું મોત: અકસ્માત સર્જી ચાલક ફરાર.

- Advertisement -
- Advertisement -

મોરબીના જાંબુડિયા ગામ નજીક મોરબી-વાંકાનેર સર્વિસ રોડ ઉપર રોડ ક્રોસ કરી રહેલા શ્રમિકને અજાણ્યા વાહને હડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો, હાલ મૃતકના ભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, મૂળ બિહારના ભોજપુર જીલ્લાના રહેવાસી અને હાલ ઊંચી માંડલ પાસે સેનેસ્ટો સેનિટરીવેર કારખાનાની લેબર કોલોનીમાં રહેતા રાજકુમાર ઇંદલરામ પાસવાન ગઈકાલ તા.૨૦ ઓક્ટોબરના રોજ ખરીદી માટે મોરબી જવા નીકળ્યા હતા. ત્યારે જાંબુડિયા ગામ નજીક બ્રિજ પહેલાં મોરબી-વાંકાનેર સર્વિસ રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહનચાલકે બેફિકરાઈ અને પૂરઝડપે પોતાનું વાહન ચલાવી તેમને ટક્કર મારી હતી. જેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહનનો ચાલક પોતાનું વાહન લઈને નદી ગયો હતો. ત્યારે આ બનાવ અંગે મૃતકના ભાઈ રાકેશભાઈ ઇંદલરામ પાસવાને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ફરાર વાહનચાલકને શોધવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!