મોરબી તાલુકા પોલીસે લીલાપર ગામની સીમમાં ગધાડેમની પાળ નજીક બાવળની ઝાડીમાં દરોડો પાડી ૧,૦૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ઝડપી પાડ્યો હતો. પોલીસને દૂરથી આવતા જોઈ આરોપી નવઘણ દેગામા ગાઢ બાવળની ઝાડીઓમાં નાસી ગયો હતો.
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, લીલાપર ગામની સીમમાં ગધાડેમની પાળ નજીક બાવળની ઝાડીમાં દેશી દારૂ બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ છે, આથી પોલીસે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડ્યો હતો. ત્યારે પોલીસની ટીમને દૂરથી જોઈ ત્યાં હાજર શખ્સ નવઘણભાઈ જેઠાભાઈ દેગામા રહે.લીલાપર ગામ તા.મોરબી વાળો બાવળની ગાઢ ઝાડીમાં નાસી છૂટ્યો હતો. ત્યારબાદ સ્થળ પર તપાસ કરતાં ૨૦૦ લીટરની ક્ષમતાવાળા પાંચ પ્લાસ્ટિકનાં બેરલમાં ૧,૦૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૨૫ હજાર મળી આવ્યો હતો. પોલીસે આથાને સ્થળ પર ઢોળી નાખી પાંચેય બેરલનો નાશ કર્યો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસે આરોપી નવઘણભાઈ જેઠાભાઈ દેગામાને ફરાર દર્શાવી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.






