૪૮ આવાસોનું કામ પૂર્ણ, વીજ પુરવઠાની કામગીરી બાદ નિયમોનુસાર લોકાર્પણ કરાશે: બાકી રકમ ભરપાઈ કરવા લાભાર્થીઓને અનુરોધ.
મોરબી શહેરની હદમાં સર્વે નં. ૧૪૧૫ પૈકીની જગ્યાએ IHSDP યોજના હેઠળ ૬૦૮ આવાસોના રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ સાથે PGVCL દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવાની કામગીરી પણ પ્રગતિમાં છે.
વીજ પુરવઠા સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ ૬૦૮ આવાસોમાંથી તૈયાર થયેલા ૪૮ આવાસોનું નિયમોનુસાર લોકાર્પણ કરવામાં આવશે. આ અંગે મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગ દ્વારા જે લાભાર્થીઓએ યોજના હેઠળની નિયત રકમ હજુ સુધી ભરપાઈ કરી નથી, તેમને બાકી રકમ ચૂકવી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. યોજનાને લગતી વધુ માહિતી મેળવવા માટે લાભાર્થીઓ મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગનો સંપર્ક કરી શકે છે તેમ યાદીમાં જણાવ્યું છે.






