Friday, October 23, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા: ૧૦ વર્ષીય બાળકી સહિત પાંચનાં મોત

મોરબી જીલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા: ૧૦ વર્ષીય બાળકી સહિત પાંચનાં મોત

મોરબી, ઘુંટુ, બરવાળા, વાંકાનેર અને ટંકારામાં અલગ-અલગ મૃત્યુની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં એક જ દિવસે પાંચ અલગ-અલગ અપમૃત્યુના બનાવો નોંધાયા છે. તેમાં બરવાળામાં ૧૦ વર્ષની બાળકીનું પાણીમાં ડૂબી જવાથી, વાંકાનેરમાં ૧૫ વર્ષની કિશોરીનું કૂવામાં પડી જવાથી અને ટંકારામાં ખેતમજૂરી કરતા યુવકનું ઝેરી જીવજંતુ કરડવાથી મોત થયું હતું. જ્યારે ઘુંટુમાં એક શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ તેમજ મોરબી શહેરમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મોત થયું હતું ત્યારે સંબંધિત પોલીસ મથકે અ.મોતની નોંધ કરી છે.

પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબી શહેરના નવલખી રોડ પર શ્રદ્ધા પાર્ક સોસાયટી તરફ જવાના રસ્તા ઉપર આશરે ૪૦ વર્ષના અજાણ્યા પુરુષને બીમારીના કારણે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થતાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મરણ નોંધ નોંધી છે.

અપમૃત્યુના બીજા બનાવમાં ઘુંટુ ગામની સીમમાં લગ્ધીરપુર રોડ પર ડોનાટો વિટ્રીફાઇડ કંપનીની દીવાલ પાસે સનારીયા મિનરલ્સ તરફ જતા કાચા માર્ગ પર ટુનટુનકુમાર બ્રહ્મદેવ રાય રહે. ડોનતો વિટ્રીફાઇડની લેબર કોલોની મૂળરહે. ઝારખંડ વાળાનો ગળેફાંસો ખાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતકના કુટુંબી ગુડ્ડુકુમારે આપેલ વિગત મુજબ, પરિવાર સાથે ફોન પર થયેલી બોલાચાલી બાદ મનમાં લાગી આવતાં તેમણે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જણાવ્યું હતું, હાલ તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

જ્યારે ત્રીજા અપમૃત્યુના બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બરવાળા ગામમાં ૧૦ વર્ષની તનુબેન રાજુભાઈ દેલવાડિયા માતા સાથે કપડાં ધોવા ગઈ હતી. તે દરમિયાન પાણીની નાની ખાડમાં પગ લપસી જતાં તે ડૂબી ગઈ હતી. જે બાદ તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં જ્યાં હાજર તબીબે જોઈ તપાસી તેણીને મૃત જાહેર કરી હતી.

આ ઉપરાંત ચોથા બનાવની મળતી વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના રાણેકપર ગામની સીમમાં યાકુબભાઈ વલીભાઈ માથકિયાની વાડીએ રહેતી રેનાબેન કનિયાભાઈ પસાયા ઉવ.૧૫ મૂળ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના વાંકોટા ગામ વાળા કૂવામાં પડી જતાં પાણીમાં ડૂબી ગઈ હતી. તેને વાંકાનેર શિવ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવતા, તબીબે તેને મૃત જાહેર કરતાં વાંકાનેર સીટી પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.

પાંચમા અપમૃત્યુના બનાવ અંગે ટંકારા તાલુકાના હરબટિયાળી ગામની સીમમાં આવેલ વિમલભાઈ ધનજીભાઈ દુબરીયાની વાડીએ ખેતમજૂરી કરતા મુકેશભાઈ કુબાભાઈ વાખડી ઉવ.૨૨ મૂળ દાહોદ જીલ્લાના પીપરકોટા ગામના વતનીને ઝેરી જીવજંતુ કરડ્યું હતું. ત્યારે તેને બેભાન હાલતમાં સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ દાખલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!