મોરબી: પરિવારનો કોઈ સ્વજન બીમાર પડે ત્યારે સારવારની સાથે હોસ્પિટલના કાગળિયાં, મેડિક્લેમ અને ઇન્શ્યોરન્સ કંપનીના અપ્રૂવલની પ્રક્રિયા પરિવારજનો માટે ચિંતાનું કારણ બની શકે છે. ત્યારે દર્દીઓ અને તેમના પરિવારજનોની આ મુશ્કેલીને સરળ બનાવવા મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા કેશલેસ ટ્રીટમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ સુવિધા અંતર્ગત દર્દીઓને ઇન્શ્યોરન્સ સંબંધિત ફોર્મ ભરવાથી લઈને ઇન્શ્યોરન્સ કંપનીના અપ્રૂવલ અને જરૂરી પેપરવર્કની પ્રક્રિયામાં માર્ગદર્શન આપવામાં આવશે. આ કામગીરી માટે હોસ્પિટલમાં ડેડિકેટેડ પર્સનલ એક્ઝિક્યુટિવની વ્યવસ્થા કરવામાં આવી છે, જે દર્દીઓ અને તેમના પરિવારજનોને જરૂરી પ્રક્રિયા સમજવામાં મદદરૂપ થશે.
આ સુવિધાથી સારવાર દરમિયાન વહીવટી પ્રક્રિયાઓ અંગેની મૂંઝવણ ઘટાડવામાં અને દર્દીઓના પરિવારજનોને માર્ગદર્શન મેળવવામાં મદદ મળી શકશે. જોકે, કેશલેસ સારવારની મંજૂરી સંબંધિત ઇન્શ્યોરન્સ પોલિસીની શરતો અને કંપનીની મંજૂરીને આધીન રહેશે.
સંપર્ક અને સરનામું:
🏥 આયુષ હોસ્પિટલ, મોરબી
📍 જૂના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.
📞 સંપર્ક નંબર: 7572888853






