પોલીસ સંભારણા દિન ૨૧ ઓક્ટોબરથી રાષ્ટ્રીય એકતા દિવસ ૩૧ ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન.
રાષ્ટ્રહિતમાં શહીદ થયેલા પોલીસ જવાનોના માન-સન્માનમાં મોરબી પોલીસ હેડક્વાર્ટર ખાતે વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી. નિષ્ણાત કોચની હાજરીમાં ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક અને વોલીબોલની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડીજીપી/આઈજીપી કોન્ફરન્સ-૨૦૧૯માં સૂચવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં દર વર્ષે ૨૧ ઓક્ટોબર પોલીસ સંભારણા દિનથી ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ સુધી શહીદ પોલીસ જવાનોને માન-સન્માન આપવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમોના ભાગરૂપે મોરબી પોલીસ હેડક્વાર્ટર ખાતે રમતગમત સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં નિષ્ણાત કોચની હાજરીમાં ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક અને વોલીબોલ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રની સુરક્ષા અને ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનોના બલિદાનને યાદ કરી તેમને સન્માન આપવામાં આવી રહ્યું છે.






