Saturday, October 24, 2026
HomeGujaratમોરબી:ડીવાયએસપી વિરલ દલવાડી દ્વારા સાયબર સેફટી બાબતે માર્ગદર્શન અપાયું

મોરબી:ડીવાયએસપી વિરલ દલવાડી દ્વારા સાયબર સેફટી બાબતે માર્ગદર્શન અપાયું

મોરબી જિલ્લા પોલીસ દ્વારા નિવૃત્ત સરકારી કર્મચારીના પેન્શનની સાયબર સુરક્ષા કાર્યક્રમો યોજાયા

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં સુરક્ષા માટે અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે અને લોકોને જાગૃત કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગુજરાત સરકારના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષકશ્રી વિરલ દલવાડીએ જણાવ્યું હતું કે, “સરકારી કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે તેમની પાસે મોટા પ્રમાણમાં રિટાયરમેન્ટ પેન્સન ભંડોળ ભેગું થયું હોય છે અને આ પેન્સન ભંડોળ સાયબર ફ્રોડથી સુરક્ષિત રહે તેના માટે સાયબર સુરક્ષા જાગૃતિ અર્થે શું કરવું અને શું ના કરવું તે માટે યોગ્ય સાવચેતી રાખવી જરૂરી છે.

આ અંગે માર્ગદર્શન આપતા જણાવે છે કે કોઈ પણ શંકાસ્પદ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કે ટેલિગ્રામ વિડિયો કોલ આવે તો તેને તરત જ ડીસકનેક્ટ કરવો જોઈએ, સ્ક્રીનશેરિંગ એપ, એપીકે ફાઇલ ડાઉનલોડ ના કરવી, ઓટીપી ક્યારેય કોઈ સાથે શેર ન કરવો.આ ઉપરાંત KYC માટે કોઈ બેન્ક કર્મચારીની ઓળખ આપી કોઈ લિન્ક ઓપન કરવા માટે કહે તો ઓપન ન કરવી જોઈએ અને તુરંત જ બેંકની અધિકૃત વેબસાઇટ કે રૂબરૂ બેંક શાખા પર જઈને ખાતરી કરવી જોઈએ અને ડિજિટલ અરેસ્ટના ડરથી બચવું જોઈએ કેમ કે ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ પ્રોસેસ હોતી નથી. સાયબર ફ્રોડને લગતા કોઈપણ કોલ કે મેસેજ આવે અથવા તો સાયબર ફ્રોડનો ભોગ બનો તો સમય બગાડ્યા વિના તુરંત જ ગુજરાત સરકારની સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ નો સંપર્ક કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!