Friday, November 6, 2026
HomeGujaratવાંકાનેરમાં આકાર લઈ રહ્યું છે મોરબી જીલ્લાનું સૌથી મોટું નેહરુ ગાર્ડન

વાંકાનેરમાં આકાર લઈ રહ્યું છે મોરબી જીલ્લાનું સૌથી મોટું નેહરુ ગાર્ડન

૧.૮૩ હેક્ટર વિસ્તારમાં ૮૫ ટકા કામગીરી પૂર્ણ, ટૂંક સમયમાં લોકાર્પણથી નાગરિકોને મળશે હરવા-ફરવાનું નવું નજરાણું.

- Advertisement -
- Advertisement -

બાળકો માટે પ્લે એરિયા, મ્યુઝિકલ ફાઉન્ટેન, યોગા ઝોન અને જોગિંગ ટ્રેક જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ થશે નવું નગર બાગ.

નાગરિકોને હરવા-ફરવા, મનોરંજન અને સ્વસ્થ જીવનશૈલી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે મોરબી જીલ્લાના વાંકાનેર શહેરમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર રહેલું ભવ્ય ‘નેહરુ ગાર્ડન’ પૂર્ણ થવાના આરે છે. સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રના સંકલનથી આકાર પામી રહેલો આ પ્રોજેક્ટ વાંકાનેરની વિકાસયાત્રામાં એક નવું માઈલસ્ટોન સાબિત થવા જઈ રહ્યો છે.

મોરબી જીલ્લાનું સૌથી મોટુ અને અત્યાધુનિક ગાર્ડન

વાંકાનેર શહેરમાં અંદાજે ૧.૮૩ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં નિર્માણ પામી રહેલું આ મોરબી જીલ્લાનું સૌથી મોટું ગાર્ડન છે. નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટનું અંદાજે ૮૫ ટકા જેટલું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. ટૂંકા સમયગાળામાં આ નજરાણું વાંકાનેર શહેર અને જીલ્લાની સુખાકારીમાં લોકાર્પિત કરવામાં આવશે.

તમામ વયજૂથ માટે આકર્ષણનું કેન્દ્ર

આ નેહરુ ગાર્ડનની વિશેષતા એ છે કે અહીં તમામ વયૂજૂથના નાગરિકો માટે વિશેષ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો માટે આધુનિક પ્લે એરિયા, મનમોહક મ્યુઝિકલ ફાઉન્ટેન, હરિયાળીથી સભર સુંદર ગાર્ડન, વડીલો અને યુવાનો માટે યોગા એરિયા, ફિટનેસ પ્રેમીઓ માટે જોગિંગ ટ્રેક તેમજ નાસ્તા-પાણી માટે કેન્ટીન જેવી આધુનિક સુવિધાઓ અહીં ઉપલબ્ધ થવાની છે.

સુવિધા સાથે શોભામાં અભિવૃદ્ધિ

વાંકાનેર શહેર અને સમગ્ર જીલ્લાના નાગરિકોને હવે પોતાના પરિવાર સાથે શાંતિ અને આનંદદાયક સમય વિતાવવા માટે, બાળકોને મુક્તપણે રમવા માટે, વડીલોને હળવી કસરત કરવા માટે અને યુવાનોને પોતાની ફિટનેસ જાળવવા માટે એક સુંદર અને હર્યોભર્યો જાહેર બગીચો ઉપલબ્ધ થશે. શહેરી સૌંદર્યાકરણ અને પ્રકૃતિના સંગમ સમાન આ નેહરુ ગાર્ડન વાંકાનેરની શોભામાં વધારો કરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!