કલેક્ટર સહિત ૧૯ કર્મચારીઓએ બતાવ્યું ટાઈપિંગ કૌશલ્ય; વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.
મોરબી: સરકારી કામગીરીને વધુ ઝડપી, પારદર્શક અને ડિજિટલ બનાવવા મોરબી જીલ્લા સેવા સદન ખાતે કલેક્ટર કચેરીના કર્મચારીઓ માટે ટાઈપિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ જીલ્લા સેવા સદન ખાતે કલેક્ટર કચેરી હેઠળના વિવિધ વિભાગોના કર્મચારીઓ માટે ટાઈપિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કલેક્ટર સ્વપ્નિલ ખરે સહિત કુલ ૧૯ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં દરેક સ્પર્ધકને ૧૦૦૦ શબ્દોનો પરિપત્ર આપવામાં આવ્યો હતો, જેને નિયત નમૂના મુજબ ચોકસાઈ સાથે ટાઈપ કરી ઈ-સરકાર પોર્ટલ પર અપલોડ કરવાનો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનેલા તેમજ ભાગ લેનારા કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સરકારી કચેરીઓની કામગીરીમાં ઈ-સરકાર પદ્ધતિને પ્રોત્સાહન આપવા અને વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક તથા ડિજિટલ બનાવવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.






