Friday, November 20, 2026
HomeGujaratગેરકાયદેસર કતલખાનાં અને માંસની દુકાનો સામે કાર્યવાહી માટે હિન્દુ સમાજનું મનપાને આખરી...

ગેરકાયદેસર કતલખાનાં અને માંસની દુકાનો સામે કાર્યવાહી માટે હિન્દુ સમાજનું મનપાને આખરી અલ્ટિમેટમ

શનિવારે સવારે ૧૧ વાગ્યા સુધીની સમયમર્યાદામાં નક્કર કાર્યવાહી કરવા માંગ.

- Advertisement -
- Advertisement -

મોરબીના રહેણાંક વિસ્તારો અને ધાર્મિક સ્થળોની આસપાસ ચાલતાં કથિત ગેરકાયદેસર કતલખાનાં તથા માંસની દુકાનો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે હિન્દુ સંગઠનો અને સમસ્ત હિન્દુ સમાજે મહાનગરપાલિકાને આખરી અલ્ટિમેટમ આપ્યું છે.

મોરબી શહેરમાં રહેણાંક વિસ્તારો, જાહેર સ્થળો અને ધાર્મિક સ્થળોની આસપાસ ચાલતાં કથિત ગેરકાયદેસર કતલખાનાં તથા માંસની દુકાનો સામે કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનો દ્વારા અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, કોઈ કાયમી ઉકેલ નહીં આવતાં હવે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મહાનગરપાલિકાને આખરી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. રજૂઆત મુજબ, શનિવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં કાયદેસરની નક્કર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ સમયમર્યાદા દરમિયાન મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર તેમજ તમામ વોર્ડના કોર્પોરેટરોને મહાનગરપાલિકા ખાતે હાજર રહેવા જણાવાયું છે.

નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી નહીં થાય તો સર્વે હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજ દ્વારા લોકશાહી તથા કાયદાકીય માર્ગે વિરોધ નોંધાવવાની ચીમકી આપવામાં આવી છે. માત્ર આશ્વાસનને બદલે જવાબદારીપૂર્વક કાર્યવાહી કરી કાયમી ઉકેલ લાવવાની પ્રબળ માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!