મોરબી શહેરના મતવા ચોક પાસેથી તાજુ જન્મેલ બાળક મૃતહાલતમાં મળી આવતા અરેરાટી 108 ને બોલાવીને બાળકને સિવિલમાં ખસેડાયુ, બનાવની પોલીસને જાણ કરાઇ
મોરબીમાં દિવસે ને દિવસે માનવતા મરી પરવારડતી રહી છે ત્યારે આજે સવારે મોરબી શહેરમાં તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું છે જેમાં મોરબી ના મતવા ચોક નજીકથી તાજું જન્મેલું બાળક પડ્યું હોવાની માહિતી 108 ની ટીમને મળતા 108ની ટીમ મતવા ચોક પહોંચી હતી અને બાળક ની મેડીકલ તપાસ કરી હતી જેમાં બાળક તાજું જન્મેલું હોવાનું જણવા મળ્યું હતું એટલું જ નહીં તેનું મોત પણ નીપજ્યું હતું ત્યારે મોરબી 108 ની ટીમે બાળકના મૃતદેહ ને મોરબી સિવિલમાં લાવી મોરબી સીટી એ ડીવીઝન પોલીસમથકમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી બાળકના વાલી વારસ શોધવા કવાયત હાથ ધરી છે.