Sunday, December 22, 2024
HomeGujaratટંકારામાં નોનવેજની લારીએ પૈસાની લેતીદેતી મામલે યુવાનને ઝાપટો મારી જાતિ પ્રત્યે હડધૂત...

ટંકારામાં નોનવેજની લારીએ પૈસાની લેતીદેતી મામલે યુવાનને ઝાપટો મારી જાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઈ

આ બનાવની વિગતો અનુસાર ફરિયાદી અશ્વિનભાઇ કરશનભાઇ સોલંકી (ઉ વ.૨૮ ધંધો.મજુરી રહે.ટંકારા ઉગમણા નાકા)એ આરોપી અલ્તાફ હુસેન ખલીફા (રહે.ટંકારા તીલકનગર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૭ના રોજ રાજકોટ-મોરબી હાઈવે ઉપર મઢુલી હોટલ સામે આવેલી આરોપીની શોલે નોનવેજ લારી ઉપર ફરીયાદી નોનવેજનુ પાર્સલ લેવા જતા આરોપીએ આગળના પૈસા આપવાના બાકી છે, તેમ કહેતા ફરીયાદી એ કહેલ કે મારે પૈસા લેવાના નિકળે છે, તેમ કહેતા આરોપી એકદમ ગુસ્સે થઇ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી મોઢાના ભાગે કાન પાસે બે-ત્રણ ઝાપટ મારી જાતિ પ્રત્યે અપશબ્દ બોલી હડધુત કર્યાની ફરિયાદ નોંધાવતાં ટંકારા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ઈ.પી.કો. ૩૨૩,૫૦૪ તથ એટ્રોસીટી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!