મોરબી ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો માટે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી સર્વ સમાજનાં લોકો માટે રફાળેશ્વર નજીક આદર્શ નિવાસી શાળામાં કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ છે જે કોરોના કેર સેન્ટરના સંચાલન ખર્ચ અને મેડિકલ સુવિધા માટે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા આજે રૂપિયા 5 લાખ રૂપિયાની અનુદાન આપવાની જાહેરાત કરી છે. મોરબી સિરામિક એસોસિએશનના વીટ્રીફાઇડ ટાઇલ્સ એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, ફ્લોર ટાઇલ્સ એસોસિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજા અને સેનેટરિવેર એસોસિએશન પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા કોરોના કેર સેન્ટરના સંચાલન, મેડિકલ સહિતના ખર્ચને પહોંચી વળવા અનુદાન જાહેર કરી આ સેવા પ્રવૃત્તિ ઉતરોતર આગળ ધપાવવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપને અભિનંદન પણ પાઠવ્યા છે.