મોરબી જિલ્લામાં ચૌ-તરફ કોરોના વાયરસની મહામારી દિન પ્રતિદિન વઘી રહી છે. અને આરોગ્ય તંત્ર સાથે સમગ્ર વહિવટી તંત્ર આમ જનતાની સુખાકારી માટે કામગીરીમાં જોતરાઈ ગયું છે.
મોરબી સિવીલ હોસ્પિટલ ની વાત કરીએ તો મોરબી સિવીલ હોસ્પિટલ માં ધણો જ ઓછો સ્ટાફ હોવા છતાં આમ જનતાની સુખાકારી માટે દિવસ – રાત્રિ જોયા વગર ફરજ પરનો સ્ટાફ તનતોડ મહેનત કરી રહો છે. પરંતુ હાલ સિવીલ હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય જ્યાં જોવો ત્યાં દર્દીઓનો ટ્રાફિક હોય જેથી દર્દીને તપાસવા તેમજ દાખલ કરવા જેવા નજીવા પ્રશ્ને દર્દીઓના સગા વ્હાલા કે અન્ય જોડે આવેલા લોકો દ્વારા પોતાની ઈમ્પ્રેસન જમાવવા માટે ફરજ પરના સ્ટાફ સાથે અણછાજતું વર્તન કરી ફરજ પરના સ્ટાફ નું મોરલ તોડવા પ્રયાસ કરી રહા છે. જે અશોભનીય હોય જેથી મોરબી સિવીલ હોસ્પિટલમાં કોરોના માટે કાર્યરત કરવામાં આવેલ ફલુ ઓપીડીમાં સવારે 8:00 કલાકથી રાત્રીના 8:00 કલાક સુધી ચાર પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોને યોગ્ય વ્યવસ્થા માટે
બંદોબસ્તમાં મુકવા જરૂરી હોય આ બાબતે તાત્કાલિક ધટતુ કરી ફલુ ઓપીડીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી યોગ્ય વ્યવસ્થા કરવા જીલ્લા કલેકટર, પોલીસ વડા સહિતના અઘિકારીઓને રજુઆત કરવામાં આવી છે.
* ફલુ ઓપીડીમાં પીવાના પાણી ની વ્યવસ્થા કરો
મોરબી માં કોરોના મહામારી ને પહોંચી વડવા માટે મોરબી સિવીલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર માં ફલું ઓપીડી કાર્યરત કરવામાં આવી છે. પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા ફરજ પરના સ્ટાફ અને દર્દીઓ માટે પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી દર્દીઓ ને ભારે હાલાકી પડી રહી છે. અને ના છુટકે બહાર થી વેચાતું પાણી લેવા જવું પડી રહું હોય જેથી તાત્કાલિક પીવાના પાણી ની વ્યવસ્થા કરવા જરૂરી છે.