ડો.કાન્તિલાલ સરડવાને એક શખ્સને ફોન કરી ધમકી આપી
ગત રાત્રીના એક શખ્સે સીવલ હોસ્પિટલનાં આર.એમ.ઓ ડૉ. કાન્તિલાલ સરડવાને ફોન કરી બીમારી સબબ રેમડીસીવરની માંગણી કરી હતી. ડો.સરડવાએ સરકારના માર્ગદર્શન મુજબ ડોક્યુમેન્ટ અને પુરાવા સાથે હોસ્પિટલના જવાબદાર કર્મચારીને જ ઈન્જેકશન મળે તેમ કહેતા ફોન પર રહેલા શખ્સે ડૉ.સરડવાને ધમકી આપી હતી કે જો મારા બાપુજીને કઈ થયું તો તમારી ખેર નથી. આ બનાવ બાદ ડોક્ટર સરડવાએ ફોનમાં રહેલ વ્યક્તિ વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇપીસીની કલમ ૫૦૭ (ધમકી આપવી),ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧(૧) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે