જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
કોવીડની મહામારીને પહોંચી વળવા તેમજ વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા તથા સંક્રમણને નિયંત્રણમાં લેવા હેતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરી આવા સ્થાનો પર વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા જોખમાય નહીં તે હેતુથી તકેદારીના ભાગરૂપે અમુક વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
જિલ્લા કલેક્ટર જે.બી પટેલ દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તેમજ રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ મોરબીમાં સમયાંતરે માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત કોવીડ-૧૯ નું સંક્રમણ વધુ છે તેવા મોરબી જિલ્લાના અંદાજે ૧૬૫ જેટલા વિસ્તારોમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. જે આગામી ૧૪ દિવસ સુધી અમલી રહે છે. આ હુકમ કે જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ થી ૫૮ હેઠળ તથા ભારતીય ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.