મળતી માહિતી મુજબ હાલ કોરના મહામારીને કારણે હોસ્પિટલમાં લોકોનો બહોળા પ્રમાણમાં ઘસારો રહેતો હોય છે ત્યારે મોરબી સિવીલ હોસ્પિટલમાં સિક્યોરિટી વ્યવસ્થા જાળવવા માટે કાલથી ગુજરાત ઈન્ડસ્ટ્રીઝલ સિક્યોરિટી ફોર્સ (GISF) ના ૨૦ સિક્યુરિટી ગાર્ડ કાલથી 3 સીફટમાં ફરજ બજાવશે
ઉપરાંત કાલથી મોરબી સિવીલ હોસ્પિટલ માંથી રેમડીસીવર ઈન્જેક્શનનો જથ્થો ખાનગી કોવીડ હોસ્પિટલ સંચાલકોને તાલીમ શાળામાંથી વિતરણ કરવામાં આવશે. અને મોરબી સિવીલમાં બે દિવસમાં બીજા વધુ ઓકસીજન બેડ તૈયાર થઈ જશે તેવું જાણવા મળી રહ્યું છે. આ બેડનાં ઉમેરા સાથે હોસ્પિટલમાં કુલ 184 બેડ થશે. આ સાથે જ મોરબી સિવીલ હોસ્પિટલ માં કાલથી RTPCR લેબ શરૂ કરાશે. જેમાં પ્રથમ હોસ્પિટલ માં દાખલ કોરોના દર્દીઓનું ટેસ્ટીંગ કરવામાં આવશે.