Friday, October 25, 2024
HomeGujaratમુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાંજે 4 વાગ્યે વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથે યોજશે...

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાંજે 4 વાગ્યે વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથે યોજશે સંવાદ

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી સંતસમાજ સાથે ચર્ચા-વિમર્શ કરશે

- Advertisement -
- Advertisement -

સાંપ્રત સમયને અનુલક્ષી સરકાર, સમાજ અને સંતોએ સંયુક્ત રીતે કાર્ય કરવા સંવાદ-સેતુ : મુખ્યમંત્રીની અનોખી પહેલ

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજ રોજ સાંજે 4 વાગ્યે રાજ્યનાં સંતો-મહંતોઓ સાથે વીડિયો કોન્ફ્રરન્સનાં માધ્યમ દ્વારા કોરોનાની સાંપ્રત પરિસ્થિતિ અંગે સંવાદ-સેતુથી જોડાશે. આ સંવાદ-સેતુમાં રત્નસુંદરજી મહારાજ, નમ્રમુની મહારાજ, વ્રજરાજકુમાર, દ્વારકેશલાલજી, બ્રહ્મવિહારીસ્વામી, સંત સ્વામી – વડતાલ, ત્યાગવલ્લસ્વામી, શેરનાથ બાપુ, અવિચલદાસજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, શંભુપ્રસાદ ટૂંડિયા, મૌલાના લુકમાન તારાપુરી, રાઈટરેવ સિલ્વન વગેરે વિવિધ ધર્મ સંપ્રદાયનાં સંતો-મહંતો જોડાશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજ્યમાં જ્યારે કોરોનાની પરિસ્થિતિ વણસી હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ ધર્મ-સંપ્રદાયોનાં વડાઓ સહિત અનેક ક્ષેત્રોનાં વિવિધ મહાનુભાવો સાથે સંવાદ-સેતુ રચ્યો હતો. ગુજરાતમાં ફરી એકવખત કોરોનાનાં કારણે સાંપ્રત પરિસ્થિતિ વિકટ જણાઇ રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સાંજે 4 વાગ્યે સંતો-મહંતો સાથે આ અંગે ચર્ચા-વિમર્શ કરવાનું નક્કી કર્યું છે. આ સાંપ્રત સ્થિતિમાં ધર્મ-સંપ્રદાય અને અનુયાયીઓની ભૂમિકા અંગે પણ સંભવત: તેમાં ચર્ચા થશે.

ગુજરાત પર જ્યારે-જ્યારે કોઈ કુદરતી કે કૃત્રિમ આફત આવે છે ત્યારે-ત્યારે વિવિધ ધર્મ-સંપ્રદાયો આગળ આવી સરકાર સાથે મળી સામાજિક સેવાનું કાર્ય કરતા હોય છે. તદુપરાંત કેટલાંક ધર્મ-સંપ્રદાયોનાં વિવિધ સૂચનો પણ હોય છે અને સરકાર તેમજ સમાજને મદદરૂપ થવાની તેમની તૈયારી પણ હોય છે. આ તમામ બાબતને ધ્યાને લેતા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથે સંવાદ-સેતુ રચવાનો નોંધનીય નિર્ણય લીધો છે.

કદાચ હાલની પરિસ્થિતિ મુજબ ભારતમાં સૌ પ્રથમ એવા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી છે જે સાંપ્રત સમયમાં સરકાર, સમાજ અને સંતો-મહંતો વચ્ચે સંવાદ-સેતુ રચી કોરોનાની વિકટ પરિસ્થિતિમાં એકમેકને મદદરૂપ થવાની અનોખી પહેલા કરી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથેનાં સંવાદ-સેતુમાં સાંપ્રત સમય પર વિવિધ વિચારો તથા સલાહ-સૂચનોનું આદાનપ્રદાન થશે અને જરૂરી નિર્ણયો લેવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!