મોરબી જીલ્લામાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. માળીયા(મી.) તાલુકામાં પણ કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે ત્યારે જયદીપ એન્ડ કંપની વવાણીયા-મોરબીનાં સહયોગથી પીએચસી હસ્તક વવાણીયા ખાતે હાઈસ્કૂલમાં કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે જેમાં હાલ ૨૫ બેડની વ્યવસ્થા કરાઈ છે અહી દર્દીઓને જમવાનું, ફ્રુટ, નાસ્તો અને દવા આપવામાં આવશે માળિયાના મામલતદાર પરમારના હસ્તે આ કોવિડ કેર સેન્ટરને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જે કોવીડ કેર સેન્ટરમાં વવાણીયા ગામના સરપંચ અશ્વિનસિંહ પરમાર, રમેશભાઈ ખાદા આમદભાઈ પટેલ સહિતના સેવા આપી રહ્યા છે. હોમ આઈસોલેશન માટે જરૂરિયાત હોય તે સવલતો જયદીપ એન્ડ કંપનીના જયુભા ઉદયસિંહ જાડેજા, દિલુભા ઉદયસિંહ જાડેજા પરિવાર તરફથી પૂર્ણ કરવામાં આવશે. કોવીડ કેર સેન્ટરમાં કોઈપણ જ્ઞાતિના દર્દીઓને દાખલ કરવામાં આવશે વધુ માહિતી માટે સરપંચ અશ્વિનસિંહ પરમાર મો. ૯૯૧૩૦ ૫૨૦૦૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.