હળવદ તાલુકાના એક ગામમાં ૧૩ વર્ષીય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી નરાધમ પરિણીત શખ્સ ભગાડી ગયો હોવા અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ખેત શ્રમિક પરિવારની માત્ર ૧૩ વર્ષીય સગીરાનું લગ્નની લાલચે બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી જનાર વિરુદ્ધ અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જે મામલે પ્રાપ્ત વિગતો મુજબ ગઈ તા.૧૩/૧૧ ના રોજ રાત્રીના આરોપી પરિણીત ફુલકનભાઈ અનાજાભાઈ રાઠવા રહે.સકનાકીમાલ ગામ જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળો તથા ભોગ બનનાર સગીરા ખેતરના માર્ગે બેઠા હતા, જે બંનેને આરોપીની પત્ની જોઈ જતા, તેમને કહેલ કે અહીંયા કેમ બેઠા છો ત્યારે આરોપીએ તેની પત્નીને માર મારી ૧૩ વર્ષીય સગીરાનું અપહરણ કરીને ભગાડી ગયો હતો. હાલ પીડિતાના પિતાની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









