મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા ૧૪ વર્ષીય દેવકરણ પપ્પુભાઈ ચાવડાનું બીમારી બાદ અવસાન થતાં પિતાએ મોરબી સરકારી હોસ્પિટલમાં લાશ પીએમ માટે ખસેડી હતી. પોલીસે અકાળે મોતને ભેટેલા માસુમના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના રાજગઢ જીલ્લાના જેતપુરા ગામના વતની પપ્પુભાઈ ચાવડાના ૧૪ વર્ષીય પુત્ર દેવકરણ બીમાર હોય ત્યારે બીમારીને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. દીકરાના અવસાનથી શોકગ્રસ્ત પિતા પપ્પુભાઈ ચાવડાએ તાત્કાલિક દીકરાની લાશ પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવી હતી, ત્યારે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી, મૃતકના પિતા પાસે પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ મામલે અ. મોતની નોંધ કરી છે, ૧૪ વર્ષીય માસુમના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગયી હતી