વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે આસોય નદીમાં ન્હાવા ગયેલા ૧૫ વર્ષીય કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું. હાલ વાંકાનેર સીટી પોલીસે ઘટના અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરમાં પેડક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઇ રાજુભાઇ કુઢીયા ઉવ.૧૫ તા. ૦૯/૦૯ના રોજ સાંજના વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે આવેલ આસોય નદીમાં પોતાના માતા-પિતા સાથે ન્હાવા ગયો હોય તે દરમિયાન પ્રકાશભાઈ અચાનક જ ઊંડા પાણીમાં ખેંચાઈ ગયો અને બહાર આવી શક્યો નહોતો. પરિણામે તેનુ પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું, હાલ મૃતનો મૃતદેહ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, સીટી પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની એન્ટ્રી કરી તપાસની તજવીજ હાથ ધરી છે.