મોરબીના લીલાપર રોડ પર પાજરાપોળની સામે આવેલા ન્યુ વરીયા પ્રજાપતી નાળિયાના કારખાનાની ઓરડીમાં ૧૬ વર્ષીય સગીરાએ અજાણ્યા કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા જે અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા અ.મોતની નોંધ મુજબ, મરણજનાર સંજનાબેન જીતેશભાઇ પ્રભુભાઇ સીતાપરા ઉવ.૧૬ વર્ષ ૧૧ માસ વાળીએ લીલાપર રોડ પાજરાપોળની સામે આવેલા ન્યુ વરીયા પ્રજાપતી નાળિયાના કારખાનામાં ગઈકાલ તા.૩૧/૧૦ના રોજ સવારના સમયે તેણીએ અગમ્ય કારણોસર કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા યુવતીને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી સંજનાબેનને મૃત જાહેર કરવામાં આવી હતી. હાલ પોલીસે મૃત્યુની નોંધ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.









