ટંકારા તાલુકાના હમીરપર ગામની સીમમાં આવેલી વાડીમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા ૧૬ વર્ષીય સગીરનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ટંકારા તાલુકાના હમીરપર ગામની સીમમાં નરેશભાઇ તરશીભાઇ ચીકાણીની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની ભદુભાઇ ખુમસીંહ મોર્યા ઉવ.૧૬એ ગત તા.૨૦/૦૧/૨૦૨૬ના રોજ સાંજના સમએ અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ સગીરની તબિયત બગડતાં પરિવારજનોએ તેને તાત્કાલિક ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી સગીરને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ટંકારા પોલીસે હોસ્પિટલ પહોંચી પ્રાથમિક વિગત મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી છે.









