કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ-કિશોરને પોલીસે ડિટેઇન કરી તેના વાલી-વારસને સોંપવા તજવીજ હાથ ધરી છે.
મોરબી શહેરમાં હાલ દિવાળીના તહેવારો પૂર્ણતાના આરે હોય ત્યારે તહેવારો નિમિતે પ્યાસીઓને દારૂ પહોંચાડવામાં તથા આવા ગેરકાયદેસર ધંધામાં સગીર વયના બાળ કિશોરોનો ઉપયોગ થવા માંડ્યો છે તે પણ એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે, ત્યારે હાલ મોરબીમાં આવા પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પંચાસર રોડ ખ્વાઝા પેલેસ પાછળથી એક ૧૭ વર્ષીય કિશોરને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી સીટી શહેરના પંચાસર રોડ ઉપર સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પંચાસર રોડ ખ્વાઝા પેલેસ પાછળ એક સગીર વય ધરાવતો બાળ-કિશોર શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી લઈને ઉભેલ હોય જેથી પોલીસે તેની તલાસી લેતા તેમાંથી ગ્રીન લેબલ વ્હિસ્કીની શીલપેક ૩ નંગ બોટલ મળી આવી હતી, આ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ-કિશોરની અટકાયત કરી જરૂરી ખાતાકીય કાર્યવાહી હાથ ધરી બાળ-કિશોરને તેના વાલી-વારસને સોંપવાની ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.