મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા અરવિંદભાઈ ભાણજીભાઇ મકવાણા ઉવ.૧૯ નામના યુવકે ગઈકાલ તા.૧૦/૦૨ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે પરિવારજનો તેની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પર હાજર ડોક્ટરે ફોન દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે આવી મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ. મોત રજીસ્ટર કરવામાં આવી હતી.