મોરબી તાલુકાના મકનસર ગામ નજીક સેન્સો ચોકડીથી સરતાનપર જતા રોડ ઉપર ટ્રક ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી સનેથી આવતા બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે અકસ્માતમાં ૧૯ વર્ષીય યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર સેન્સો ચોકડી નજીક ભાડેના મકાનમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના નગલામિર્ઝા છોટાના વતની સીરામીક શ્રમિક રાજેશભાઇ કમલસિંગ જાટવ ઉવ.૪૨એ તાલુકા પોલીસ મથકમાં ટ્રક રજી.નં. આરજે-૦૭-જીઈ-૨૮૨૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૨૪/૦૩ના રોજ ફરિયાદી રાજેશભાઈનો દીકરો જીતુ ઉવ.૧૯ મોટર સાયકલ તસજી.નં. જીજે-૩૭-ક્યુ-૯૮૬૩ લઈને સેન્સો ચોકડીથી સરતાનપર ગામના રસ્તે જી રહ્યો હતો ત્યારે સામેથી ટ્રકના ચાલકે પોતાનો ટ્રક બેદરકારી રીતે, પુરપાટ ઝડપે ચલાવી મોટરસાયકલને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં મોટર સાયકલ ચાલક ૧૯ વર્ષીય યુવકને માથામાં ગંભીર ઇજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જે મુજબની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.