મોરબી તાલુકાના પ્રેમજીનગરમાં રહેતા ૨૩ વર્ષીય યુવાને પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના મકનસર ગામે ભીમરાણા નગર પાવરહાઉસ પાસે પ્રેમજીનગરમાં રહેતા વિનોદભાઈ શામજીભાઈ સિંહોરા ઉવ.૨૩ એ ગઈકાલ તા.૧૯ ઓક્ટોબરના રોજ પોતાના રહેણાંક મકાનમાં અકળ કારણસર ગળેફાંસો ખાઈ જીવનલીલા સમાપ્ત કરી હતી. ઘટના બાદ મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલ લાવતા, જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા, પોલીસે આ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.