મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા પંકજભાઇ મનસુખભાઇ પરમાર ઉવ.૨૪ નામનો યુવક ગઈ તા.૨૨/૦૧ ના રોજ તાલુકાના જસમતગઢ ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક આવેલ સ્પેન્જન સીરામીક તથા સાકેત સીરામીકની પાછળ આવેલ પાણી ભરેલ તલાવડીમાં કોઈપણ કારણોસર પડી જતા પંકાજભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે તેમના કુટુંબીજન દ્વારા આપવામાં આવેલ વિગતોને આધારે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી મૃત્યુના બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.