મોરબી શહેરના મહેન્દ્રનગર મફતિયાપરા વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય અજયભાઈ લાભુભાઈ આદ્રોજાએ પોતાના રહેણાંક મકાને પોતાની મેળે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા અજયભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી પરિવારજનો મરણ હાલતમાં લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવતા હાજર ડોક્ટરે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપર આવી ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કામગીરી હાથ ધરી અકાળે મૃત્યુ પામેલ યુવકના મોત અંગે અ. મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળના કારણો શોધવા તપાસની ગતિવિધિ શરૂ કરી છે.