મોરબીમાં ન્યુ રેલ્વે કોલોની નજીક યશોદા ડેરીની બાજુમાં રહેતા મૂળ બનાસકાંઠા જિલ્લાના ભિલોડા ગામના ભાવિકાબેન અમૃતભાઇ મુળજીભાઇ ખરાડી ઉવ.૨૬ નામની યુવતીએ ગઈ તા.૨૪/૦૮ના રોજ રાત્રીના ૮.૩૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાના રહેણાંક મકાને પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેણીને મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં ફરજ પર હજાર ડોક્ટરે જોઈ તપાસી ભાવિકાબેનને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.