મોરબી તાલુકામાં જોધપર નદી ગામ પાસે આવેલા મચ્છુ-૨ ડેમમાં ૨૭ વર્ષીય યુવાન ડૂબી જતા તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી તજવીજ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપમૃત્યુના બનાવ મુજબ, સાહિલભાઈ મહમદઅલિભાઈ ખાન ઉવ.૨૭ રહે. મોરબી દરિયાલાલ કાંટા પાસે સોરિસો સિરામિક લેબર ક્વાર્ટર વાળા નામના યુવાનનું ડેમના પાણીમાં ડૂબી જતા મોત થયું છે. જેમાં ગઈકાલ તા. ૦૭/૦૯ના રોજ સવારે ૧૧:૨૦ વાગ્યાના અરસામાં સાહિલભાઈ ડેમમાં પાણીમાં ડૂબી ગયા હતા. બાદમાં તેમને બહાર કાઢી મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરવાજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી સાહિલભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે તાલુકા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે મૃત્યુના બનાવમાં પોલીસે અ. મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.