મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પ્રભુકૃપા ટાઉનશીપમાં જાનકી પેલેસના પહેલા માળે રહેતા મૂળ હળવદ તાલુકાના નવા ઘાટીલા ગામના વતની પરેશભાઈ અમૃતભાઈ કૈલા ઉવ.૩૬ એ ગઈ તા.૦૭/૧૦ ના રોજ કોઇ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે મોરબીના અમરેલી ગામની સીમમા જુના આરટીઓ પાસે આવેલ મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવી આપઘાત કરતા ડેમના પાણીમા ડુબી જતા પરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આપઘાતના બનાવ મામલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો ત્યારે મૃતક પરેશભાઈના કુટુંબીક ભાઈ રાજેશભાઇ પરષોત્તમભાઈ કૈલા પાસેથી મળેલ પ્રાથમિક વિગતોને આધારે તાલુકા પોલીસે મૃત્યુના બનાવ મામલે અ. મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળના કારણો શોધવા આગળની તપાસ ચલાવી છે.