મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા ઘરમશીભાઇ દાનાભાઇ સાગઢીયા નામના ૪૦ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે પરિવારજનો મૃતકની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરી હતી, ત્યારે તાલુકા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી શરૂ કરી હતી, હાલ મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.