મોરબી તાલુકાના ઘુટુ ગામે રહેતા હસમુખભાઇ રાઘવજીભાઇ પરેચા ઉવ.૪૫ નું મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. જેમાં ગઈકાલ તા.૨૩/૦૪ ના રોજ તાલુકાના ધરમપુર ગામની સીમમાં હસમુખભાઈ પરેચાનો મૃતદેહ નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, હાલ તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી, આગળની ઊંડાણપૂર્વકની તપાસની તજવીજ હાથ ધરી છે.