મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામેશ્વર પાર્ક સમૃદ્ધિ પેલેસમાં રહેતા કલ્પેશભાઈ મનજીભાઈ પટેલ ઉવ ૪૫નું ગઈકાલ તા.૨૯/૧૦ના રોજ બપોરના ૧.૩૦ પહેલા કોઈપણ સમયે કોઈ કારણોસર મૃત્યુ નિપજતા મૃતકની ડેડબોડી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, ત્યારે ફરજ પર હલર મેડિકલ ઓફિસર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી, ત્યારે મૃત્યુના બનાવ અંગે પોલીસે અ. મોતની નોંધ કરી મૃતદેહનું ઇન્કવેસ્ટ પંચનામા સહિતની ઘટિત કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચલાવી છે.