મોરબી શહેરના વિધૃતનગર સોસાયટી વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષના પ્રૌઢને અચાનક છાતીમાં દુખાવો થતા સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતા તેનું મૃતયી નીપજ્યું હતું.
મોરબી શહેરના સામાકાંઠે વિધૃતનગર સોસાયટી, ગાયત્રી પ્રોવિજન સ્ટોર પાસે રહેતા રવિન્દ્રસિંહ જટુભા જાડેજા ઉવ.૫૭ પોતાના ઘરે હોય ત્યારે તા. ૨૪ જુનના રોજ અચાનક છાતીમાં તીવ્ર દુખાવો અનુભવતા તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તેઓને હાર્ટ એટેક આવતા રવિન્દ્રસિંહનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકે આ બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.