મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા મુળ દાહોદ જીલ્લાના સાગથાળા તા.દેવગઢ બારીયાના વતની રવજીભાઇ ભિખાભાઇ નાયક ઉવ.૬૦ ગઈકાલ તા. ૨૨/૧૨ના રોજ વનાળીયા ગામ પાસે, ખાખરાળા ગામ જવાના રસ્તે ઓકળામાં પાણીમાં ડુબી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની લાશ તેમના દિકરા રમેશભાઇ નાયક મોરબી સરકારી હોસ્પીટલ ખાતે લઈ આવતા તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.