માળીયા(મી) ના મોટા દહીંસરા ગામે રહેતા અમુભાઇ નરસંગભાઇ બાલસરા ઉવ.૬૦ ગઈ તા. ૧૦/૦૧ના રોજ પોતાના ઘરે હોય ત્યારે વહેલી સવારના ૪ વાગ્યાની આસપાસ તેઓએ છાતીમાં દુખાવા અંગે ફરિયાદ કરતા પરિવારજનો તાત્કાલિક અમુભાઈને મોરબી સીબીલ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે જોઈ તપાસી અમુભાઈને હાર્ટ એટેક આવી જતા મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું, ત્યારે મૃતકના પુત્ર અરવિંદભાઇ અમુભાઇ બાલસરા પાસેથી મળેલ પ્રાથમિક વિગતોના આધારે માળીયા(મી) પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.