મોરબીમાં વધુ એક હાર્ટ એટેકમાં મૃત્યુનો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના એસપી રોડ ઉપર આવેલ ઇડનગાર્ડન ડી વીંગ્સ બ્લોક નં.૧૦૦૧માં રહેતા દિનેશચંદ્ર મોહનભાઇ ઘાટોડીયા ઉવ.૬૨ ગઈકાલે તા.૨૫/૦૯ના રોજ બપોરના અરસામાં પોતાના ઉપરોક્ત રહેણાંકે હોય ત્યારે તેઓને જોરદાર હૃદય હુમલો આવતા તેમનું હૃદય બેસી ગયું હોય ત્યારે સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે દીનેશચંદ્રને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગેની મૃતકના મોટાભાઈ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.









