વાંકાનેરના મેસરીયા ગામે રહેતા મામૈયાભાઈ રામભાઈ ખાંભલા ઉવ.૬૮ ગઈ તા.૧૦/૦૬ ના રોજ છત ઉપરથી નીચે પટકાતા તેઓને માથામાં અને પગમાં ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમિયાન મામૈયાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા, પોલીસે સ્થળ ઉપર આવી બનાવની તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતકના દીકરા દેવરાજભાઈ મામૈયાભાઈ ખાંભલા પાસેથી મેળવેલ માહિતી અનુસાર પોતાના મકાન આગળ ફળીયામા ધાબુ બનાવેલ હોય જેના પર છોકરા દોડતા હોય જેથી મરણજનાર તેમના પિતાજી મકાનની સીડી ઉપર ચડી છત ઉપર બાવળની ઝાડી મુકવા જતા તે વખતે ધાબા ઉપરથી નીચે ફળીયામા પડતા માથાના ભાગે તથા પગમા ઇજા થતા એને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ, તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.