Friday, November 15, 2024
HomeGujaratમોરબી-૨ સરસ્વતી સોસાયટીમાં ૬૮ વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું

મોરબી-૨ સરસ્વતી સોસાયટીમાં ૬૮ વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું

મોરબીમાં હાર્ટ એટેકમાં મૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો છે જેમાં ૬૮ વર્ષીય વૃદ્ધ પોતાના ઘરે હોય તે દરમિયાન તેઓને જોરદાર હાર્ટ એટેક આવતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સરસ્વતી સોસાયટીમાં રહેતા અરવિંદભાઇ ખીમજીભાઇ પનારા ઉવ.૬૮ ગઈકાલ તા. ૨૯/૦૮ના રોજ પોતાના ઘરે હોય તે દરમિયાન રાત્રીના બારેક વાગ્યાની આસપાસ હૃદયરોગનો જોરદાર એટેક આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પરિવારના સભ્યો દ્વારા તેમની અરવિંદભાઈની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના મેડિકલ ઓફિસર દ્વારા પોલીસમાં જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ઇન્વેસ્ટ પંચનામાં સહિતની કામગીરી હાથ ધરી મૃત્યુના બનાવ અંગે અ. મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!