લોકસભાની ચૂંટણી પહેલા સરહદી વિસ્તારોમાંથી આવતા જતા વાહનોની સઘન તપાસ ચાલી રહી છે. ત્યારે દાહોદ જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશની પીટોલ બોર્ડર ખાતે વાહન ચેકિંગમાં ઈન્દોર થી રાજકોટ આવતી રાહુલ ટ્રાવેલ્સ ની બસ માંથી રૂ.1.28 કરોડ જેટલા રોકડા સાથે 22 કિલોથી વધુની ચાંદી ભરેલ બેગ બિનવારસી હાલતમાં મળી આવી હતી. હાલ આટલી બેગ કોની છે અને કયા કારણોસર લઇ જવામાં આવતી હતી તે અંગે તપાસ થઇ રહી છે.
લોકસભા ની ચૂંટણી ની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે અને અનેક પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે જેમાં એક છે મર્યાદા કરતા વધુ પુરાવા વગરની રોકડ રકમ સહિત ચૂંટણી ને પ્રભાવિત કરી શકે તેવા માલ સામાન ની હેરફેર કરવા પર પણ પ્રતિવંધ મુકાયો છે ત્યારે મધ્યપ્રદેશ ની FST અને SST ટીમે વાહન ચેકીંગ દરમિયાન ગુજરાત મધ્યપ્રદેશ ની પીટોલ બોર્ડર પર ઇન્દોરથી રાજકોટ તરફ આવતી રાહુલ ટ્રાવેલ્સ ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી રૂ.1.28 કરોડ રોકડ અને 22 કિલોથી વધુની ચાંદી ભરેલ બેગ ઝડપી પાડી હતી.
તેમજ બસમાં સવાર તમામ લોકો ની પુછપરછ કરાઈ હતી પરંતુ કોઈ એ પણ આ બેગ માટે માલિકી દર્શાવી ન હતી જેને લઇને પોલીસે ડ્રાઈવર ક્લીનર ના નિવેદન લઈને બસ ને આગળ રવાના કરી દીધી હતી પરંતુ આ રોકડ અને ચાંદી ભરેલ બેગ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આ બેગ ગુજરાતમાં કયાં લઈ જવાની હતી કોને મોકલી હતી શા માટે લઈ જવામાં આવતી હતી તેમજ આટલી મોટી રકમ ક્યાંથી આવી તેવા અનેક સવાલોના જવાબ મેળવવા પોલીસે તપાસ તેજ કરી દીધી છે.