ટંકારા તાલુકાના હિરાપર ગામ નજીક હાઈવે પર ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થી બાઈક ચાલક યુવાન હાઈવે પર પટકાતા ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે પાછળ બેઠેલા બિજા વ્યક્તિને ઈજા પહોંચી હતી
અકસ્માત સર્જવા કુખ્યાત ટંકારા જામનગર હાઈવે પર ફરી વધુ એક વખત અકસ્માત સર્જાયો હતો. જેમા, ટંકારા તાલુકાના હિરાપર ગામ નજીક મધ્યપ્રદેશનો રાકેશભાઈ કાનાભાઈ વસુનિયા ઉ. વ 28 અને હમિરભાઈ વસિયાણી નામના પરપ્રાંતિય ખેતમજુર કોઈ કામ સબબ સરાયા ગામેથી નિકળી ટંકારા ગયા હતા. કામ નિપટાવી બાઈક પર પરત જતા હતો. એ વખતે ટંકારા તાલુકાના હિરાપર ગામ પાસે ટ્રેક્ટર જીજે ૩૬ એસી ૪૭૬૬ હાઈવે પર બંધ હાલતમા પડેલા ટ્રેક્ટર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ના બનાવથી બાઈક ચાલક ખેતમજુર યુવક હાઈવે ઉપર પટકાયો હતો. અને ગંભીર ઈજા પામતા તેનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે જાણવા મળ્યા પ્રમાણે મોત ને ભેટનારો પરપ્રાંતિય શ્રમિક તાલુકાના સરાયા ગામે કુંભાભાઈ ભરવાડ ની જમીનમા ખેતીકામ કરીને પેટીયુ રળી પરીવારને મદદરૂપ થતો હતો. અકસ્માત સર્જનારૂ ઈંટ ભરેલુ ટ્રેક્ટર કોઈ કારણોસર બંધ પડયુ હતુ. બંધ વાહન પાછળ રેડીયમ સ્ટીકર કે ઈન્ડીકેટર ચાલુ ન હોવાથી અંધારા બાઈક અથડાતા ગરીબ પરીવાર ના આશાસ્પદ શ્રમિક યુવાનનુ મોત નિપજ્યુ હતુ. ટંકારા પોલીસમા અકસ્માત ના બનાવની ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.