મોરબી તાલુકાના ઘુટુ ગામે બાઇક ચોરી અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં ઘુટુ ગામે મારુતિ સોસાયટીમાં રહેતા રમેશગીરી કાનગીરી ગોસાઈ ઉવ.૫૨ એ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ગઈ તા.૩૦/૦૫ ના રોજ રાત્રે ફરિયાદીએ પોતાનું હોન્ડા કંપનીનું સાઈન મોટરસાયકલ રજી.નં. જીજે-૧૩-બીસી-૬૪૪૪ વાળું પોતાના રહેણાંક બહાર શેરીમાં પાર્ક કર્યું હતું. જ્યાંથી કોઈ અજાણ્યા વાહન ચોર આ બાઇક ચોરી કરી લઈ ગયા હોય, ત્યારે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ તાલુકા પોલીસ મથકમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે