Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીના જેતપર(મચ્છુ)ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ધોળા દિવસે ઉઠાંતરી

મોરબીના જેતપર(મચ્છુ)ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ધોળા દિવસે ઉઠાંતરી

મોરબી તાલુકાના જેતપર(મચ્છુ)ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની કોઈ અજાણ્યા બાઇક ચોર ધોળે દિવસે ચોરી કરી લઈ જતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જેતપુર(મચ્છુ)ગામે રહેતા અને ગાળા ગામા શ્રી ગાળા કલ્યાણ સહકારી મંડળીમાં મંત્રી તરીકે નોકરી કરતા ચેતનભાઇ ધનજીભાઇ જાકાસણીયા ઉવ-૩૮ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા બાઇક ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૧૦/૦૭ના રોજ ચેતનભાઈ શ્રી ગાળા કલ્યાણ સહકારી મંડળીમાં નિત્યક્રમ અનુસાર કામ પતાવી બપોરના ૧૨ વાગ્યાની આસપાસ જેતપુર પોતાના ગામ આવી પોતાના રહેણાંક બહાર સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. જીજે-૩૬-એબી-૪૧૬૩ પાર્ક કર્યું હતું જે બાદ બપોરના ૧ વાગ્યા આસપાસ બેંક નું કામ હોવાથી ઘરની બહાર જવા માટે નીકળેલ ત્યારે ઉપરોક્ત બાઇકની કોઈ અજાણ્યા બાઇક ચોર દ્વારા ચોરી કરી ગયા હતા. ત્યારે પ્રથમ ઈ એફઆઈઆર બાદ રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે ચેતનભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બાઇક ચોર સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!