વાંકાનેર શહેર વિસ્તારમાં વાહન ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. આ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તોસીફભાઇ અલીભાઇ મુલતાની ઉવ.૩૬ હાલ રહે. પાંચદ્વારકા ગામ તા.વાંકાનેર મૂળ રહે. જરીયાવાડા ગામ તા. માંગરોળ જી. જુનાગઢ વાળા દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદ મુજબ તા. ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યાથી ૬:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન વાંકાનેર મોમીન શેરીમાં જુમા મસ્જીદ સામે પાર્ક કરેલ ફરીયાદીનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી. નં. જીજે-૧૧-સીપી-૦૩૯૩ કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ચાવી વડે ચાલુ કરી ચોરી કરી લઈ જવામાં આવ્યું હતું. બાઈક ચોરી થયાની જાણ થતા ફરીયાદીએ શોધખોળ કર્યા બાદ ઇ-એફ.આઇ.આર. મારફતે ફરિયાદ નોંધાવી હતી. આ આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









