મોરબીમાં વધુ એક બાઈક ચોરીનો બનાવ બનવા પામ્યો છે. જેમાં મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ અત્યંત ભીડભાડવાળો અને સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલ છે તેવા સાવસર પ્લોટ વિસ્તારમાંથી ધોળે દિવસે ઘર બહાર પાર્ક કરેલ બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પડકાર ફેંક્યો છે. હાલ બાઈક ચોરી અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બાઈક માલીક દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા બાઈક ચોર ઈસમો સામે ગુનો નોંધી શોધખોળ આદરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સાવસર પ્લોટ શેરી નં. ૩માં રહેતા જીલભાઈ પંકજભાઈ ચંડીભમર ઉવ.૨૨ ae મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં પોતાના બાઈકની અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૭૯ હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી છે. જીલભાઈ ચંડીભમર દ્વારા ફરિયાદમાં જણાવ્યુ કે ગત તા.૧૯ એપ્રિલ ૨૦૨૪ ના રોજ સવારના નવેક વાગ્યે મારૂ હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક રજી. નં. જીજે-૦૩-જેએન-૦૩૩૧ વાળુ લઈને કામથી બહાર ગયેલ અને બપોરના એક વાગ્યે ઘરે આવેલ અને આ મારૂ બાઈક અમારા ઘરની બહાર પાર્ક કરેલ હતુ અને બાદમા મારા પિતાજી ચારેક વાગ્યે ઘરની બહાર ગયેલ ત્યારે અમારૂ બાઈક અમારા ઘરની બહાર હતુ. ત્યારબાદ જયારે રાત્રીના આઠેક વાગ્યે મારા પિતાજી બહારથી ઘરે આવ્યા ત્યારે અમારૂ બાઈક ઘર બહાર પડેલ ન હોય જે કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા બાઈકની ચોરી કરી લઇ ગયેલ હતો. જેથી મે તથા મારા પિતાજીએ અમારા બાઈકની આજુબાજુમા તપાસ કરતા ક્યાંય મળી આવેલ ન હતુ. જેથી બાઈક ચોરી અંગે પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ રૂબરૂ સીટી એ ડિવિઝનમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.