રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા મોરબી એલ.સી.બી.ના પી.આઇ. ડી.એમ.ઢોલને સુચના કરેલ હોય જે અન્વયે પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન તેઓએ મોરબીના સો-ઓરડી વિસ્તારમાંથી ચોરાયેલ બુલેટ સહીત આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડતી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓની મોરબી જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવાની સૂચના બાદ એલ.સી.બી.ની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે, અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં મોટર સાઇકલ ચોરીમાં પકડાયેલ આરોપી સંજયભાઇ પ્રવિણભાઇ પરમાર (રહે. થાન જી.સુરેન્દ્રનગર)એ મોરબી-૦૨ સો-ઓરડી વિસ્તારમાંથી થયેલ બુલેટ મોટર સાયકલની ચોરી કરેલ હોય અને તે બુલેટ મોટર સાયકલ લઇ જુના ઘુટુ રોડ પરથી ત્રાજપર ચોકડી બાજુ આવનાર હોય જેણે શરીરે બ્લુ જેવા કલરનુ જીન્સનુ પેન્ટ તથા બ્લુ કલરનુ આખી બાયનુ સફેદ વાદળી પટ્ટા વાળુ ટી-શર્ટ પહેરેલ હોવાની હકિકત આધારે વોચ ગોઠવી ઇસમને પકડી બુલેટના માલીકી તથા સાધનીક કાગળો બાબતે પુછપરછ તપાસ કરતા મજકુર ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી મજકુર ઇસમની યુકિતપ્રયુકિતથી ઉલટ સુલટ પુછપરછ કરતા પોતે ભાંગી પડેલ અને પોતે ગત તા.૦૩/૦૩/૨૦૨૩ ના રાત્રીના બે-એક વાગ્યાની આસપાસ મોરબી-૦૨ સો-ઓરડી વિસ્તારમાંથી બુલેટના વાયર કેબલ તોડી ડાયરેકટ કરી ચોરી કરેલાની હકીકત જણાવેલ. જેને લઈ પોલીસે આરોપીને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી કરવા ઇસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપેલ છે.