Saturday, July 27, 2024
HomeGujaratવાકાનેરનાં કુંભારપરામાંથી બાઈકની ચોરી થયાની રાવ ઉઠી

વાકાનેરનાં કુંભારપરામાંથી બાઈકની ચોરી થયાની રાવ ઉઠી

વાંકાનેરમાં કુંભારપરા પાસે આવેલા યુવાકના ઘર પાસેથી બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે યુવકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે ચોરની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં કુંભારપરા ખાતે રહેતા કિશનભાઇ લખમણભાઇ ઉર્ફે હકાભાઇ રાઠોડ નામના યુવકે ગત તા.૨૩/૦૩/૨૦૨૩ ના રાત્રીના પોતાનું જીજે-૩૬-એજી-૧૭૨૯ નંબરનું બ્લેક કલરનું સીલ્વર પટાવાળુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો બાઈક પોતાના ઘર પાસે પાર્ક કરેલ હતું. જે સવારે આવી જોતા સ્થળ પર જોવા મળેલ ન હતું. જેથી તેણે જાત તપાસ કરી પરંતુ કોઈ પરિણામ ન મળતા આખરે તેણે ઇ.એફ.આઇ.આર નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે રૂ.૨૦,૦૦૦/-ની કિંમતના સ્પ્લેન્ડર પ્રો મોટરસાઇકલ ચોરી થયા અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!